જામ્યુકો દ્વારા શહેરના માર્ગો પર રઝળતાં ઢોરને ખદેડવા માટે ખાસ બ્રિગેડ તહેનાત કરવામાં આવી છે. શહેરના મુખ્યમાર્ગો પર 49 સ્થળો પસંદ કરી ત્યાં માણસોને તૈનાત કરવામાં આવ્યા છે. જામ્યુકોની આ ટુકડી મુખ્ય માર્ગો પરથી ઢોરને અન્યત્ર ખદેડશે. આ રીતે મુખ્યમાર્ગો પર ઢોરની સમસ્યાની હંગામી નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટુકડીઓ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા દરમ્યાન મુખ્ય માર્ગો પર ફરજ બજાવી રહી છે. મુખ્ય માર્ગો પરથી તગેડવામાં આવતા ઢોર અલબત્તી શેરીઓમાં સમસ્યા સર્જી રહયા છે.


