Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના છ કર્મચારીઓને ડીસમીસ કરતાં ચેરમેન પી.એસ.જાડેજા

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના છ કર્મચારીઓને ડીસમીસ કરતાં ચેરમેન પી.એસ.જાડેજા

ફ્રોડમાં સામેલ પાંચ કર્મચારીઓ સામે સીઆઈડી ક્રાઈમમાં પણ ફરિયાદ થઈ હતી : વિભાપર અને ખીજડિયા સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે પણ તોળાતા આકરાં પગલાં : ભાણવડના કર્મચારી અનિયમિત રહેતાં ડીસમીસ

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા ફ્રોડમાં સામેલ છ કર્મચારીઓને ડીસમીસ/બરતરફ કરવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સીઆઈડી ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધાઈ હતી . 4.56 કરોડના ફીકસ ડીપોઝીટ કૌભાંડમાં તેમજ અન્ય ઉચાપાતસમાં સામેલ જે-તે વખતના બ્રાન્ચ મેનેજર સહિત છ કર્મચારીઓને ડીસમીસ કરાયા છે.

- Advertisement -

જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજરના જણાવ્યા અનુસાર, બેંકના નવા બોર્ડની રચના થઇ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા દ્વારા જામનગર (રૂરલ) તેમજ જામજોધપુર શાખાનું આશરે દશેક વર્ષથી ઈન્ટરનનલ ઓડીટ બાકી હતું તે પૂર્ણ કરાવી ઓડીટ રિપોર્ટ આવતાની સાથે તેમાં કસૂરવાર જણાયેલ જામજોધપુર શાખાના પાંચ કર્મચારીઓને ઈન્કવાયરી પૂર્ણ થયે તેમાં કસૂરવાર જણાતા અગાઉ ડીસમીસ કરવામાં આવ્યાં હતાં. તેમજ તેઓની સામે સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ હાલમાં ચાલુ છે. આ ફીકસ ડીપોઝીટ કૌભાંડ આશરે રૂા.4.56 કરોડનું જૂના વર્ષમાં થયું હતું અને તેમાં સામેલ જે-તે વખતના બ્રાંચ મેનેજર ડી.બી.મકવાણાને ડીસમીસ/બરતરફ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગર શાખાનું ઈન્ટરનલ ઓડીટ પૂર્ણ થયે ઓડીટ રિપોર્ટમાં સામેલ બેંકના કર્મચારી સામે ઈન્કવાયરી કરી અગાઉ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ ઈન્કવાયરી અંદાજિત પાંચથી છ મહિના ચાલી હતી. જેનો ઈન્કવાયરી ઓફિસરનો રિપોર્ટ આવતા તેમાં કસૂરવાર એકા.આર.વિભાગના હેડ એ.એન.ભીમજીયાણી, એકા.આર. આસી. ઈન્સ્પેકટર જામનગર કે.વી. મહેરા, તથા એમ.સી.આચાયર્ર્, જામનગર (રૂરલ) પ્યુન એચ.વી. પરમારને ડીસમીસ/બરતરફ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ કર્મચારી સામે થોડાં સમય પૂર્વે જ બેંક દ્વારા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. જેની તપાસ હાલમાં ચાલુ છે તેમજ આ જામનગર પ્રકરણમાં જે-તે સમયના જામનગર રૂરલ શાખાના બ્રાંચ મેનેજર પી.કે. ઠાકર સામે પણ આકરી કાર્યવાહી તોડાઈ રહી છે તેમજ સ્વાશ્રયી સેવા સહકારી મંડળી લિમિટેડ તેમજ વિભાપર તેમજ ખીજડિયા સેવા સહકારી મંડળી લિમિટેડના હોદ્ેદારો સામે પણ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં 3.79 કરોડ ઉચાપત બાબતે કર્મચારી તેમજ મંડળીના હોદ્ેદારો સામે બેંક દ્વારા અગાઉ ફરિયાદ કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઇમ બ્રાંચ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. આ તપાસ દરમિયાન લગત કર્મચારીઓ સામે મિલકત જપ્તી તેમજ મિલકત વેચાણ કરી ઉચાપતની રકમ વસૂલ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા એ જણાવ્યું છે તેમજ ભાણવડ શાખાના એક કર્મચારી જે બેંકમાં વારંવાર અનિયમિત રહેતાં હતાં તેવા ડી.સી. જોશી ને પણ ઈન્કવાયરી પૂરી કરી ઈન્કવાયરીમાં કસૂરવાર જણાતા ડીસમીસ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular