Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારધારાસભ્ય હેમત ખવા દ્વારા લાલપુર સંકલન બેઠકમાં લોકપ્રશ્નોની રજૂઆત

ધારાસભ્ય હેમત ખવા દ્વારા લાલપુર સંકલન બેઠકમાં લોકપ્રશ્નોની રજૂઆત

- Advertisement -

જામજોધપુર-લાલપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હેમતભાઇ ખવા પ્રજાના પ્રશ્ર્નને વાંચા આપવા એક્ટિવ મોડમાં કામગીરી કરી રહ્યાં છે. તાજેરતમાં લાલપુર તાલુકાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા ફરિયાદ અને સંકલનની તથા ધારાસભ્યની પ્રથમ બેઠકમાં હેમતભાઇ ખવાએ પીએમ કિસાન સહાય યોજના, અન્ન અને પુરવઠા વિતરણ વ્યવસ્થામાં સૂચારું આયોજન કંપનીના દબાણ સહિતની રજૂઆત કરી હતી.

- Advertisement -

80-જામજોધપુર-લાલપુર વિધાનસભાના ધારાસભ્ય હેમતભાઇ ખવા ધારાસભ્ય તરીકે ચૂંટાયાની સાથે જ ગામે-ગામનો પ્રવાસ કરી લોકોની સમસ્યા જાણી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી રહ્યાં છે. જ્યારે લાલપુર તાલુકામાં સંકલન બેઠકમાં તેઓએ કંપનીના દબાણો, વિજ સમસ્યા અને ખેડૂતોના પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી.

ગ્રામિણકક્ષાએ તલાટી-મંત્રીઓની કામગીરી અને અવાર-નવાર સર્જાતા વિજ વિક્ષેપથી ખેડૂતોને પડતી મુશ્કેલીના મામલે અધિકારીઓને રજૂઆત કરી ઘટતું કરવા તાકિદ કરી હતી. સંકલનની બેઠક બાદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં પીજીવીસીએલ કચેરી-જામજોધપુર, લાલપુર, સિક્કા, સમાણા અને શાપરના અધિકારીઓ સાથે વિજ પ્રશ્ર્નના નિકાલ માટે લોક દરબાર યોજયો હતો. જેમાં અરજદારોની રજૂઆતો સાંભળી ખેડૂતોના પ્રશ્ર્નોનો નિકાલ લાવવા મુદ્ત સાથે લગત અધિકારીઓ દ્વારા ખાતરી અપાઇ હતી.

- Advertisement -

જ્યારે કોરોનાકાળથી એસ.ટી.ના અનેક રુટ બંધ હોવાથી મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. જેની પરેશાની પારખી એસ.ટી. વિભાગના બંધ થયેલા રુટ શરુ કરવા રજૂઆત કરાઇ હતી. જેના ફળસ્વરૂપે બાઘલા-જામનગર રૂટ વાયા નાનાખડબા, બાબરીયા, રીંઝપુર, નાંદુરી, લાલપુર શરુ કરવામાં આવ્યો છે અને ગોવાણા ગામના પાટીયા, ખંભાળિયા રોડ પર તમામ લોકલ બસોને સ્ટોપ પણ અપાયો હતો. વધુમાં આરબલુસ-જામનગર બસ રૂટને કાનાલુસ સુધી લંબાવયો છે. તેમજ લોકમાગને લઇને બસના સમયમાં પણ બદલાવ કરાયો છે. આમ, જામજોધપુર-લાલપુરના યુવા ધારાસભ્ય હેમતભાઇ ખવા લોક સમસ્યા અને પ્રશ્ર્નોને રજૂઆત કરી તેના તાત્કાલિક નિવારણ માટે હંમેશા ખડેપગે રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular