Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતએસટીની નવી 151 બસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

એસટીની નવી 151 બસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત એસટી દ્વારા મુસાફર લક્ષી બે સુવિધાઓનો શુભારંમ થયો છે. જેમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. મુખ્યમંત્રીએ 40 સ્લીપર કોચ અને 111 લકઝરી કોચ એમ કુલ 151 બસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઇઓને બસની ચાવી પ્રતિક રૂપે આપીને લોકાર્પણ કર્યુ હતું. વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસટી નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટિક પબિલક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ કયા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular