ધ્રોલ ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી યુવતીને તેણીની માતાએ જમવાનું બનાવવાની બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા યુવતીએ એસિડ પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં ગાયત્રીનગરમાં રામાપીરના મંદિર પાછળના વિસ્તારમાં રહેતા ભાનુબેન મકવાણા નામના મહિલાની તબીયત સારી ન હોવાથી તેની પુત્રી અંજુ ઉર્ફે અંજલીને રાત્રિના જમવાનું બનાવાનું કહ્યું હતું. પરંતુ પુત્રી અંજલીએ જમવાનું બનાવવાની ના પાડતા બીમાર માતા અને પુત્રી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી પુત્રી અંજુ ઉર્ફે અંજલી ભરત મકવાણા (ઉ.વ.21) નામની યુવતીને મનમાં લાગી આવતા શુક્રવારે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનુ શનિવારે સાંજના સમયે સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા ભરતભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.પી.મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.