Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં યુવતીને છરી અને કાતર બતાવી ધમકી

દ્વારકામાં યુવતીને છરી અને કાતર બતાવી ધમકી

મહિલા સહિત પાંચ સામે ફરિયાદ : ઢીકાપાટુનો માર માર્યો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દ્વારકામાં રહેતી યુવતીને તેની સાથી મિત્રના પરિવારજનોએ છરી તથા કાતર બતાવી અને ધમકી આપતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી રામભાઈ પ્રતાપભાઈ પીઠડીયાની 28 વર્ષની પુત્રી માધુરીબેને નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા શીતલબેન દેવેન્દ્રભાઈ કેર, સંજનાબેન કેર, ધર્મિષ્ઠાબેન જીતુભા માણેક, રાજ મહેન્દ્રભાઈ કેર અને સાગર ચમડીયા નામના પાંચ વ્યક્તિઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી માધુરીબેન પોતાની મરજીથી છેલ્લા ચારેક વર્ષથી વિરેન મેપાભાઈ માણેક સાથે રહેતા હતા. વિરેનભાઈના લગ્ન અગાઉ સંજનાબેન, ધર્મિષ્ઠાબેન અને રાજની બહેન સાથે થયા હતા. લગ્ન બાદ ફરિયાદી માધુરીબેન તથા સાહેદ વિરેનભાઈ સાથે રહેતા હતા. તેથી પરિણીતીના માતા-પિતાને આ બાબત સારું ન લાગતાં તેઓ પરિણીતાને પરત તેડી ગયા હતા.

ફરિયાદી મધુરીબેન અને વિરેનભાઈ સાથે રહેતા હોય, તે બાબતનો ખાર રાખી, શીતલબેન દેવેન્દ્રભાઈ કેર માધુરીબેનના ઘર પાસે આવતા માધુરીબેન તેમની પાસે જતા તેમની પાસે સાથે આવેલા સંજનાબેન અને ધર્મિષ્ઠાબેન મળી, આ ત્રણેય મહિલાઓએ બિભત્સ ગાળો કાઢી, માર મારી અને શરીરે બટકા ભરી, ઈજાઓ પહોંચાડી હતી. જેથી માધુરીબેને સાહેદ વિરેનભાઈને બોલાવતા તેઓ છોડાવવા આવ્યા હતા. દરમિયાન સંજનાબેન પાસે રહેલી કાતર કાઢીને તેણીને વિરેનથી અલગ રહેવા ડરાવ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત અન્ય આરોપીઓ રાજ અને સાગરએ આવી અને ઢીકા પાટુનો માર મારી, પોતાની પાસે રહેલી છરી કાઢી અને માધુરીબેનને બતાવી જો તેણી વિરેનને છોડશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે માધુરીબેન રામભાઈ પીઠડીયાની ફરિયાદ પરથી ત્રણ મહિલાઓ સહિત પાંચેય આરોપીઓ સામે આપી છે કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular