જામનગર જિલ્લાના સિક્કા શહેર માં તા. 10 ના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ અને ટીમ દ્વારા યોગ સંવાદ અને યોગ મહાશિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર અહવાબાનું અને પ્રીતિબેન શુક્લ દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી હતી.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોગ ગામડે ગામડે પહોંચે અને યોગ ટ્રેનર બની લોકો ના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઈનચાર્જ ચેરમેન અશ્વિનીકુમાર તથા ખાસ ફરજ પર ના અધિકારી વેદીભાઈ ઝોન કોડીનેટર અનિલભાઈ ના નેતૃત્વમાં આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. બહેનો ને લગતી યોજનાઓ, લાભ અને ઓનલાઇન ટ્રેનર્સ બનવા માટે તથા યોગ સાથે આયુ્વેદ નેચરોપેથી સેન્ટર ની માહિતી આપવામાં આવી હતી. જેમાં આંગણવાડીની બહેનો તથા બ્યુટી પાર્લરના અને સીવણ ક્લાસના બહેનો એ ઉત્સાહભેર યોગાસનો અને પ્રાણાયામ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા એચ ચાર સુરેશભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ સીએસઆરના વંદનાબેન વડતકર, આસિસ્ટન્ટ મેનેજર તલજીત સિંઘ વિરાડી, મેનેજર એચ આર મિકેનિકલ એન્જીન્યર, લેડીઝ ક્લબના ઉષાબેન મહેશ્વરી, રણજીતસિંઘ મૂડ, સાવિત્રીબેન જયસ્વાલ, ઇન્સ્ટ્રક્ટર સીવણ ક્લાસના, શશીબેન જોશી હાર્ટ ફુલનેસ, વિદ્યાબેન અસવાર બ્યુટી પાર્લર ઇન્સ્ટ્રક્ટર એ જહેમત ઉઠાવી હતી. દિપ્તીબેન પંડ્યા અને હિમાની બેન નદાણીયા એ લોકો સમક્ષ યોગાશનો રજુ કર્યા હતા