જામનગર માર્કેટ યાર્ડમાં લાલ મરચાના સારા ભાવ મળવા લાગતાં મરચા ઉત્પાદક ખેડૂતો જામનગર યાર્ડ તરફ વળ્યા છે. ગઇકાલથી લાલ મરચાના વેચાણ માટે મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાના જથ્થા સાથે યાર્ડમાં પહોંચી ગયા છે. જો કે, યાર્ડમાં મરચાની હરાજી આજબપોરથી શરુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોંડલ યાર્ડને લાલ મરચાનું હબ માનવામાં આવે છે. અહીં મોટાપ્રમાણમાં લાલ મરચા વેચવા ખેડૂતો પહોંચે છે. પરંતુ જામનગરમાં પણ સારા ભાવ મળવા લાગતાં ખેડૂતો જામનગર યાર્ડ તરફ વળ્યા છે. જેને કારણે યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થવા પામી છે. જો કે, બપોરબાદ હરાજી શરુ થનાર હોય, મરચાના વેચાણ ભાવ પ્રાપ્ત થયા નથી.