જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના કેસમાં સાત માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં સાત માસ અગાઉ નોંધાયેલા પ્રોહિબીશનના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં રહેતો ગોવિંદસિંહ રઘુવીરસિંહ ઝાલા નામનો શખ્સ નાસતો ફરતો હતો. શખ્સ અંગેની એલસીબીના હેકો ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ અને પી.એન. મોરી તથા સ્ટાફે સાત રસ્તા પાસે વોચ ગોઠવી ગોવિંદસિંહને દબોચી લીધો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે ગોવિંદસિંહની ધરપકડ કરી મેઘપર પોલીસના હવાલે કરી દીધો હતો.