Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઈન્કમટેકસમાં નોકરી આપવાના બહાને વધુ બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી

ઈન્કમટેકસમાં નોકરી આપવાના બહાને વધુ બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી

- Advertisement -

જામનગર શહેરમાં બે યુવાનો સાથે ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી શખ્સ દ્વારા છેતરપિંડી આચર્યાના બનાવમાં વધુ બે યુવાનો સાથે છેતરપિંડી આચરી દોઢ લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામનો વતની અને જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા એનઆરઆઈ બંગ્લોમાં રહેતાં વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સે લાલપુર તાલુકાના ગજણા ગામના બે યુવાનોને ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી રૂા.1.90 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બાદ વિશાલ કણસાગરા નામના શખ્સ વિરૂધ્ધ શહેરના સિટી સી ડીવીઝનમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લાલપુર તાલુકાના ગજણા ગામના જ રમેશગીરી ગોસાઇ નામના વૃદ્ધ સાથે વિશાલે ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્ર્વાસમાં લઇ રોકડ તથા ગુગલ પે દ્વારા એક લાખની રકમ પડાવી લીધી હતી.

તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા અશોકસમ્રાટનગરમાં રહેતા જીતેન્દ્ર નાથાભાઈ વકાતર નામના યુવાનને વિશાલ કણસાગરાએ ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્ર્વાસમાં લઇ રૂા.50 હજાર પડાવી લીધા હતાં. આમ વિશાલે ગજણા ગામના જ ત્રણ વ્યક્તિઓ અને જામનગરના એક યુવાન સહિત ચાર વ્યકિતઓને ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. આ બનાવમાં પીએસઆઈ એસ.એમ.સિસોદીયા તથા સ્ટાફે વિશાલ વિરુધ્ધ વધુ બે ગુના નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular