રેડીઅસિસ્ટએ 1000 ટુ-વ્હીલર વર્કશોપ ચેઇન સ્થાપવા માટે અમેરિકન ડોલર 10 મિલિયનમાં સ્પીડફોર્સ સાથે હસ્તગત કર્યું છે. જેના થકી હજારો લોકોની રોજગારીનું સર્જન થશે. સ્પીડફોર્સ આંતરરાષ્ટ્રીય અને નંબર 1 મલ્ટી-બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ ફ્રેન્ચાઇઝ ચેઇન કંપની છે. જેમાં છેલ્લા 3 વર્ષમાં બ્રાન્ડ દ્વારા 300 થી વધુ વર્કશોપની સ્થાપના અને સંચાલન કરવામાં આવ્યું છે.
બેંગલુરુ સ્થિત કંપની રેડીઅસિસ્ટના સી.ઈ.ઓ. વિમલસિંહ એસ.વી.એ જણાવ્યું હતું કે આ એક્વિઝિશન સાથે રેડીઅસિસ્ટ મલ્ટિબ્રાન્ડ ટુ વ્હીલર વર્કશોપ્સની ભારતની સૌથી મોટી સાંકળ બની જશે અને દેશભરમાં 8000+ રોડ સાઇડ સોલ્યુશન્સ મિકેનિક્સના વર્તમાન નેટવર્કને પણ મજબૂત કરશે. સ્પીડફોર્સ ગ્રાહકો માટે પાન ઇન્ડિયા રોડસાઇડ સહાય અને ડોરસ્ટેપ સર્વિસ સફળતા પૂર્વક આપતું આવ્યું છે.
વધુમાં સ્પીડફોર્સનું હાલનું નેટવર્ક રોડસાઇડ સોલ્યુશન્સ અને વર્કશોપ નેટવર્ક્સ માટે રેડીઅસિસ્ટની વિકાસ યોજનાઓને વેગ આપે તેવી અપેક્ષા છે. જે તેમને બજારમાં એક અનુકૂળ સ્થિતિ આપશે. આ મર્જર સાથે, રેડીઅસિસ્ટ તેની સુપર એપ દ્વારા તમામ ઓટોમોબાઈલ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવાના તેના વિઝનને સાકાર કરશે તેવી અપેક્ષા છે
સ્પીડફોર્સના સહ-સ્થાપક કપિલ ભીંડીએ જણાવ્યું હતું કે,”અમે રેડીઅસિસ્ટ સાથે હાથ મિલાવીએ છીએ. જેમાં અમને અને અમારી ટીમમાં ઘણો આનંદ અને ઉત્સાહ છે. અમે આગામી ત્રણ વર્ષમાં સ્પીડફોર્સ વર્કશોપને 4000 સુધી વધારીશું અને સ્થાનિક ટેક્નોલોજી અને પાન ઈન્ડિયા નેટવર્કની શક્તિને સરળતાથી જોડીશું અને અમે આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા તથા આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો પૂરી પાડીને દેશની અર્થવ્યવસ્થામાં વધારો કરવા સાથે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યા છે.
ખંભાળિયા સાથે હાલાર પંથકનું પણ ગૌરવ
“આ મર્જર સાથે બંને કંપનીઓ ઓટોમોબાઈલ આફ્ટરમાર્કેટ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ઓટોપાર્ક જેવી સમગ્ર ઈકોસિસ્ટમ બનાવી રહ્યું છે” તેમ દીપેન બારાઈ અને અશોક શાહ, સ્પીડફોર્સના અન્ય સહ-સ્થાપકોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીડફોર્સના દીપેનભાઈ બારાઈ મૂળ ખંભાળિયાના તથા તેમની સાથેના કપિલભાઈ ભીંડી જામનગરના વતની છે અને તેઓના આ સંયુક્ત સાહસથી નવા એક હજાર એકમોનું નિર્માણ પણ થનાર છે. જેનાથી રોજગારી સાથે ટુ વ્હીલર ગ્રાહકોની સુવિધા સુરક્ષામાં પણ વધારો થશે.