જામનગરમાં રહેતા રમેશચંદ્ર કરમશીભાઇ હરિયાણીએ કેન્યા-નાઇરોબી રહેતા કુટુંબી દેવચંદ જીવરાજ શાહ અને અનિલકુમાર ભારમલ શાહ સામે જામનગરમાં ઢીંચડા મુકામે આવેલ રે.સ. નં. 219,221 અને રરર વાળી કરોડોની કિંમતની જમીનો અંગે એવો દાવો દાખલ કરેલ કે, આ દાવાની મિલ્કતો સંયુકત કુટુંબની મિલ્કતો છે અને હિન્દુ સંયુકત કુટુંબની આવકમાંથી દાયકાઓ પહેલાં ખરીદ કરવામાં આવેલ અને આ વડિલો પાર્જિત મિલ્કતમાં વાદી રમેશભાઇ માતા પાનીબેન જીવરાજનો વડીલો પાર્જિત હકક, હિત, હિસ્સો આવેલ અને તે રીતે તેમનો અવસાન બાદ વાદી રમેશભાઇનો હકક, હિત, હિસ્સો આવ્યો હતો. આ દાવાનો સમન્સ બજતા પ્રતિવાદી વિદેશ વસતા અનિલ ભારમલ શાહ વતી વિરલ એસ. રાચ્છ હાજર થઇ અને અદાલતમાં વિગતવાર વિસ્તૃત જવાબ આપ્યા હતા. દાવો ચાલી જતાં બન્ને પક્ષની દલિલો રજૂઆતો ધ્યાને લઇ સુપ્રિમ કોર્ટના સમય સમયના સમય મર્યાદાના કાયદા વિગેરે બંધનકર્તા ચુકાદા અને તમામ દલિલો ધ્યાને લઇ વાદી રમેશભાઇનો દાવો ખર્ચ સહિત રદ કર્યો છે અને દાવો લડવા માટે પ્રતિવાદી અનિલભાઇ વિગેરેને થયેલ ખર્ચ પણ વાદી રમેશભાઇ હરણીયાએ ચૂકવવો તેવો હુકમ કરેલ છે. વિદેશ વસતા મહાજન (હાલારી વિશા ઓશવાળ) અગ્રણી વતી વકીલ વિરલ એસ. રાચ્છ તથા સોહિલ આર. બેલિમ તથા વાશ્વી એમ. શેઠ રોકાયેલા હતા.