સૂચિત જંત્રી 2023 ક્ષતિરહિત તૈયાર કરવા અર્થે આવતીકાલે બપોરે 12 વાગ્યે સ્ટેટ લેવલની મિટિંગ યોજાનાર છે. જેમાં જામનગર બાર રેવન્યુ પ્રેકિટશનર્સ એસો.ના પ્રમુખને ઉપસ્થિત રહેવા અને સૂચનો આપવા નાયબ કલેકટર દ્વારા જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા જંત્રી રીવીઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરી દર વર્ષે નવી જંત્રી બહાર પાડવા નકકી કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જાન્યુઆરી 2023 થી જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવા સરકાર દ્વારા નકકી થયું છે. રાજ્યમાં જંત્રી રીસર્વે 2023 ની કામગીરી હાથ ધરતા પૂર્વે સ્ટેટ લેવલના સ્ટેક હોલ્ડર્સ સાથે આવતીકાલે બપોરે 12 વાગ્યે સુિ5્ર. ઓફ સ્ટેમ્સની કચેરી સ્ટેમ્પ અને નોંધણી ભવન ખ.-5 સર્કલ સેકટર 14 ગાંધીનગર ખાતે મિટિંગ યોજાશે. જેમાં જંત્રી અંગે જરૂરી સૂચનો તથા રજૂઆતો તેમજ અભિપ્રાયો આપવા માટે જામનગર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેકટર દ્વારા બાર રેવન્યુ પ્રેકિશનર્સ એસો.ના પ્રમુખ, ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, બાર એસોસિએશનના પ્રમુખ, નોટરી એસોસિએશનના પ્રમુખ, બોન્ડ રાઈટર એસોસિએશનના પ્રમુખ તથા બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખને હાજર રહેવા જણાવાયું છે.