જામનગર શહેરમાં મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજય ધણીમાતંગ દેવની 1270 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રા તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ શોભાયાત્રામાં મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સમાજના આગેવાનો દિપુભાઈ પારીયા, એડવોકેટ જયંતભાઈ વારસાકીયા, માધાભાઈ ડગરા, દિનેશભાઈ ધુલિયા, કિશનભાઈ નંજાર, નરેશભાઈ જોડ, મુકેશભાઈ ચાવડા, ધર્મગુરૂ કરશનડાડા,બાબુ ડાડા, ખીમાડાડા, સુરેશભાઈ માતંગ, નાથાડાડા, રાણાડાડા, મુકેશડાડા, સામત ડાડા, હિતેશભાઈ માતંગ સહિતના અગ્રણીઓ તેમજ વડીલો જોડાયા હતાં. જામનગર શહેરના રાજમાર્ગો પર નિકળેલી શોભાયાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા નાગેશ્વર મહેશ્વરીનગરી વણજ ટીંબે પુરી થઈ હતી.