અંતર્ગત અમદાવાદ શહેરમાં આજથી બે દિવસ માટે યોજાયેલી ઞ20- અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા શહેરો આર્થિક વિકાસના પીઠબળની સાથે-સાથે સામાજીક-સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રો પણ છે. શહેરી વિકાસની યાત્રાના શિલ્પી એવા નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના શહેરોની સંપૂર્ણ કાયાકલ્પ કર્યો અને તેના પગલે શહેરોમાં ’ ઇઝ ઓફ લિવિંગ ’ વધ્યુ તેના આપણે સૌ સાક્ષી છીએ. છેલ્લાં દશકાઓમાં ગુજરાત સરકારે પણ નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ કાર્યાવન્તિ કરી છે.
સમગ્ર વિશ્ર્વમાં શહેરીકરણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે હાલમાં અસંતુલિત વિકાસ, આવન-જાવન કે ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન હોય તે રીતે શહેરી વિકાસ યોજનાઓની ડિઝાઇન ઊભી કરવી જોઇએ તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇના પ્રયાસોના પગલે ગુજરાતના શહેરોને જાહેર માળખાગત સુવિધાઓમાં નૃતન સંશોધનો અને ઇ-ગર્વનન્સને અગ્રિમતા આપી છે તેના પરિણાામે અમદાવાદમાં બીઆરટીએસ જનમાર્ગ સુવિધા, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ડિઝિટલ ગર્વનન્સ, અર્બન કનેક્ટિવિટી પ્રોજેક્ટ સાકાર થયા છે. એટલું જ નહીં, રાજ્યના શહેરોમાં સિટીઝન સેન્ટ્રિક સેવા- નાગરિક સુવિધા કેન્દ્રો, ઓનલાઇન ડેવલોપમેન્ટ પ્લાન્ટ પાસિંગ તથા બી.યુ.પરમિશન જેવી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને યુ-20 બેઠકોની અધ્યક્ષતા કરવાનું શ્રેય મળ્યું છે તે આપણા માટે ગૌરવની વાત છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બેઠક વર્તમાન શહેરી વિષયક બાબતો માટે સર્વસમાવેશી- લાંબાગાળાના આર્થિક લાભ માટેની સર્વાધિક સંભવિત અવસરોને ઉપલબ્ધ કરવાનું એક પ્લેટફોર્મ પૂરવાર થશે.
ગુજરાતનો શહેરી વિકાસ, સમૃદ્ધ ઇતિહાસ અને પ્રવર્તમાન વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સિધું સંસ્કૃતિના વિકાસનું સાક્ષી રહ્યું છે. રાજ્યમાં 17થી વધુ હડપ્પા સ્થળોની શોધ કરાઇ છે, જે પૈકી ધોળાવીરા એક પ્રમુખ સ્થળ છે. પ્રાચીન સભ્યતામાં અર્બન પ્લાનિંગ, બાંધકામ ટેક્નોલોજી, જળ વ્યવસ્થાપન, ગર્વનન્સ, વિકાસ-કલા-સંસ્કૃતિ અને ઉદ્યોગ વિકાસનું પ્રમુખ કેન્દ્ર ધોળાવીરા હતું. ધોળાવીરાને તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. એ જ રીતે આપણું અમદાવાદ શહેર પણ સમુદ્ધ વિરાસત અને શિલ્પ-સંસ્કૃતિ માટે વર્લ્ડ હેરિટેજ શહેર છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના પ્રમુખ એવા અમદાવાદ શહેરના વિકાસનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, 15મી સદીનું મધ્યકાલીન અમદાવાદ શહેર આજે આધુનિક મહાનગર સ્વરૂપે પરિવર્તિત થયું છે. આ વિકાસની લાંબી યાત્રાના સાક્ષી રહેલા અમદાવાદ શહેરે શહેરી નિયોજનની નવી સીમાઓ પ્રસ્થાપિત કરી છે.