દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક વિદેશી દારૂ લઇ નિકળતી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 96 બોટલ દારૂ ઝડપી લઇ મોટરકાર તથા દારૂની બોટલ સહિત કુલ રૂા.3,38,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રેઈડ દરમિયાન આરોપી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ફતેપુર ગામથી સઇ દેવળિયા ગામ તરફ જતા રસ્તે મોટરકારમાં દારૂની બોટલો સાથે શખ્સ નિકળનાર હોવાની સર્વેલન્સ સ્ટાફના હેકો કિશોરસિંહ જાડેજા, વિપુલભાઈ હેરભા તથા શકિતસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પીએસઆઈ પી.ડી.વાંદા, હેકો કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા, પોકો શકિતસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા, વિપુલભાઈ મોરી, મનહરસિંહ જાડેજા તથા અજયભાઈ ભાલવડિયા સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ફતેપુર ગામથી સઇ દેવળિયા ગામ તરફ જતા રસ્તે બોડકી ગામના પાટીયા પાસે ત્રણ રસ્તે ફિલ્મે ઢબે મોટરકારનો પીછો કરી જીજે-10-ડીએ-9193 નંબરની મોટરકારમાંથી રૂા.38400 ની કિંમતની કુલ 96 નંગ બોટલો ઝડપી લીધી હતી. આ દરમિયાન આરોપી મોટરચાલક મોરકારમાં મૂકી નાશી જતાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી.