Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચેક રીટર્નના કેસમાં બ્રાસપાર્ટસના ધંધાર્થીના જામીન સામે બિનજામીન લાયક વોરંટ ઇસ્યૂ કરતી...

ચેક રીટર્નના કેસમાં બ્રાસપાર્ટસના ધંધાર્થીના જામીન સામે બિનજામીન લાયક વોરંટ ઇસ્યૂ કરતી અદાલત

- Advertisement -

જામનગરમાં રાજ ખોડલ એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરતા જીત કોૈશીકભાઈ ગોહિલ પાસેથી સમર્પણ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર વિશાલ પરસોતમભાઈ પ્રાગડા દ્વારા બ્રાસ સ્ક્રેપના માલની ખરીદ કરેલ હતી. જેની બાકી લેણી નીકળતી રકમ રૂા. 5,41,201ચુક્વણી માટે સમર્પણ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકનો ચેક આપ્યો હતો. જે ચેક નાણાંના અભાવે પરત ફરતા ફરીયાદી દ્વારા જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબની ફરીયાદ દાખલ કરેલ, જે કેસમાં આરોપીને સમન્સ બજી જવા છતાં આરોપી હાજર ન થતા અદાલત દ્વારા આરોપી સામે જામીનલાયક વોરંટ ઈસ્યુ થયો હતો. જે જામીન લાયક વોરંટ આરોપીને બજી જતા આરોપી દ્વારા જામીન આપી હતી. ત્યારબાદ પણ આરોપી અદાલત સમક્ષ હાજર ન રહેતા જામનગર એડી. ચીફ જયુડીશીયલ મેજી. એ.ડી. રાવ દ્વારા આરોપી સમર્પણ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર વિશાલ પરસોતમભાઈ પ્રાગડા તથા તેના જામીનદાર સામે પકડ વોરંટ (બીનજામીન લાયક વોરંટ) ઈસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

- Advertisement -

આ કેસમાં ફરીયાદી રાજ ખોડલ એન્ટરપ્રાઈઝ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્સિંહ જે. ઝાલા તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular