Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતબોટાદ સંપ્રદાયના પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ની કૃપાથી પૂ. ચંપાબાઇ મ.સ.ની નિશ્રામાં બોટાદમાં પિતા લલ્લુભાઇ વસાણી અને રત્નકુક્ષિણી માતા ઝવેરીબેનના પુત્રી અરૂણાબેને તા. 27-1-1966ના પૂ. સમર્થ-મલજી મ.સા.ના શ્રીમુખે ભાગવતી દિક્ષા અંગીકાર કરી પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મ.સ. તરીકે સુપ્રસિધ્ધ બન્યા હતાં.

- Advertisement -

તાજેતરમાં ડાયાલીસ સાતેક દિવસથી બંધ થયા બાદ દેવેન્દ્ર સોસાયટી, નારણપુરામાં બોટાદ સંપ્રદાયના ઉપાશ્રયે સમાધિ ભાવે બિરાજીત હતાં. પૂ. ધીરગુરૂદેવ બે વાર દર્શન આપવા પધારતાં પ્રસન્ન હતાં. બોટાદમાં તા. 4-5-1943ના જન્મેલા અને 80 વર્ષની વયે પૂ. અરૂણાબાઇ મ.સ.એ તા. 7-2-23ના સાંજે પ્રવર્તિની પૂ. સવિબાઇ મ.સ.ના શ્રીમુખે સંથારો અંગીકાર કરતાં રાત્રીના 3:35 કલાકે મહાવદ-3, મંગળવારના સમાધિભાવે કાળધર્મ પામ્યા હતાં. આજે તા. 8ના બપોરે 2 કલાકે પાલખી યાત્રા નિકળી હતી. ગોંડલગચ્છાશિરોમણી પૂ. જશરાજજી મ.સા., પૂ. ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ હતી. પૂ. જયેશચંદ્રજી મ.સા. અમદાવાદ તરફ વિહારમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular