જામનગર જિલ્લા હોમગાર્ડઝ રાજ્યકક્ષાએ તાલીમ, પરેડ, ફરજો તથા સામાજિક ઉત્તરદાયિત્વમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.ત્યારે આ જવાનો વધુ કૌશલ્યવાન બને અને કુદરતી આપદા સમયે લોકોને ત્વરિત મદદરૂપ થવા સક્ષમ બને તે હેતુથી જામનગરના 51 હોમગાર્ડ જવાનો તા.6 થી તા.17 ફેબ્રુઆરી સુધી SDRF ટ્રેનિંગ સેન્ટર, ગાંધીનગર ખાતે આપદા મિત્ર અંગેની તાલીમ લેવા પહોંચ્યા છે.જેમનું નેતૃત્વ કમલેશભાઈ ગઢિયા તથા પુષ્પાબેન મંગે કરી રહ્યા છે.
હોમગાર્ડ જવાનોને પ્રોત્સાહિત કરવા શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભીંડી, DDMO માનસી સિંઘ, મામલતદાર મહેશ ત્રિવેદી વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને હોમગાર્ડસની કામગીરીને બિરદાવી હતી. આ તાલીમનો ઉપયોગ કરી સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તાલીમબદ્ધ જવાનો હરહંમેશ ઉપયોગી થશે તેવો આશાવાદ પ્રાંત અધિકારી શાહે વ્યક્ત કર્યો હતો.