જામનગર શહેરમાં થયેલી વાહનચોરીમાં નાસતા ફરતા શખ્સને એલસીબીની ટીમે દિગ્જામ સર્કલ પાસેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતા ફરતા વિપુલ મકવાણા નામના શખ્સ અંગે એલસીબીની યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દિગ્જામ સર્કલ પાસેથી વિપુલ જયેશ મકવાણા નામના શખ્સને દબોચી લઇ સિટી સી ડીવીઝનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.