Tuesday, December 24, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છહિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું એપ્રિલમાં લોકાર્પણ

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું એપ્રિલમાં લોકાર્પણ

- Advertisement -

રાજકોટ નજીકના હિ2ાસર ખાતે કરોડોના ખર્ચે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આ એરપોર્ટનું આગામી એપ્રિલ માસમાં લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવા માટે રાજકોટ જિલ્લાકલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.કરોડાના ખર્ચે નિર્માણ થતા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થતા જ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના વિકાસને નવી દિશા મળશે. હાલ આ એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરીટી નવી દિલ્લીના જનરલ મેનેજર, આસીસ્ટન્ટ મેનેજર તેમજ પાયલોટ અને કો.પાયલોટ સહિતના અધિકારીઓની ટીમે પડાવ નાખી એરપોર્ટના રન-વે પર ફલાઈટ લેન્ડીંગ અને ટેક ઓફ માટે ખાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહયો છે.

- Advertisement -

એરપોર્ટ ઓથો2ીટીના ઉચ્ચ અધિકા2ીઓ અને પાયલોટની આ ટીમ આગામી તા.10 સુધી આ એરપોર્ટના રન-વે સહિતનો અભ્યાસ ર્ક્યા બાદ રીપોર્ટ તૈયાર કરી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને તે સોપાયા બાદ હિરાસર એરપોર્ટ પર ફલાઈટનું લેન્ડીગ ટેસ્ટીંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. દરમ્યાન આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડ્ડયન માટે ફલાઈટ ટેસ્ટીંગ અને ડીજીસીએના પ્રમાણપત્ર મળ્યા બાદ જ આ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular