ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં જુદા-જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જી-20 અને પેપર લીક બાબતે નવા કાયદ પર પણ ચર્ચા થઈ શકે છે.
આજે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આગામી દિવસમાં જ બજેટ સત્ર યોજાવાનુ છે આ સત્ર દરમિયાન અનેક બિલો રજૂ થવાના છે. આ બેઠકમાં આ બિલો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત ગઈકાલે બદલાયેલા નવા જંત્રીના ભાવથી ગુજરાતભરના બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી હતી તેને ધ્યાનમાં લઈને આજે બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સોથી વધારે ચર્ચા પેપર લીક કાંડ પર બીલ બનાવવા પર થઈ હતી જેથી આ મુદ્દે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં જી20 બેઠકની તૈયારી પર પણ ચર્ચા કરવામાં આવશે. આ પહેલા આ કેબિનેટ બેઠક આવતીકાલે યોજાવાની હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ જવાના હોવાથી બેઠક એક દિવસ પહેલા જ યોજવામાં આવી છે.