Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયરિલાયન્સે દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ એન્જિન ટેકનોલોજીનું અનાવરણ કર્યું

રિલાયન્સે દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ એન્જિન ટેકનોલોજીનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીના હસ્તે હાઇડ્રોજન ચલિત ટ્રકને લીલી ઝંડી અપાઇ

- Advertisement -

રિલાયન્સે હેવી ડયુટી ટ્રક માટે ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ એન્જિન ટેકનોલોજીનું અનાવરણ કર્યુ છે. બેંગ્લોરમાં આયોજિત ઇન્ડીયા એનજી વિકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હાઇડ્રોજન ઇંધણ સંચાલિત ટ્રકને ફલેગ ઓફ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન સંચાલિત ટ્રકો લગભગ શૂન્ય પ્રદૂષણ ઉત્સર્જન કરશે, ઉપરાંત તે પરંપરાગત ડીઝલ ટ્રક જેવી જ કામગીરી પણ પૂરી પાડશે અને અવાજ ઘટાડશે તથા તેના ઓપરેટિંગ ખર્ચમાં અંદાજિત ઘટાડા સાથે ગ્રીન મોબિલિટીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે. તેના નેટ કાર્બન ઝીરો વિઝનના ભાગરૂપે રિલાયન્સ તેના વ્હિકલ પાર્ટનર અશોક લેલેન્ડ અને અન્ય તકનીકી ભાગીદારો સાથે ગત વર્ષથી આ અનોખી ટેક્નોલોજી વિકસાવવામાં વ્યસ્ત છે અને 2022ની શરૂઆતમાં જ પ્રથમ એન્જિન ચાલુ કરવામાં આવ્યું હતું.

આગળ જતાં રિલાયન્સ તેની કેપ્ટિવ ફ્લિટને વ્યાપક રીતે વ્યાવસાયિક ઉપયોગમાં લાવે તે પહેલા હેવી ડ્યુટી ટ્રક માટે H2ICE ટેક્નોલોજીનું વ્યાપકપણે પરીક્ષણ કરશે અને માન્યતા મેળવશે. તેની સાથે જ રિલાયન્સ મોબિલિટી માટે એન્ડ-ટુ-એન્ડ હાઇડ્રોજન ઇકો સિસ્ટમ ઊભી કરવાની તકોને અનુસરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular