નવાનગર નેચર કલબ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા-2023માં જામનગરના ફિલાન્સ ફોટોજર્નાલીસ્ટ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠક્કરની તસવીર તૃતિય નંબર પર વિજેતા થયેલ હતી. આ સ્પર્ધામાં 500થી વધુ એન્ટ્રી આવી હતી. જેના બર્ડઝ વિભાગમાં આ તસવીર વિજેતા થતાં ચેમ્બર હોલ ખાતે યોજાયેલ પુરસ્કાર વિતરણ સમારંભમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. સ્પર્ધાના જજ તરીકે ભારતના 6 ખ્યાતનામ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો રહ્યાં હતાં. આ તસવીર દ્વારા અર્બન વિસ્તારોમાં આવતા દેશ-વિદેશના પક્ષીઓને સ્ટ્રીટ ડોગ દ્વારા થઇ રહેલ કનડગત અને તેના શિકારને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.


