Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહમાં 250 ઢોર ડબ્બે પુરવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહમાં 250 ઢોર ડબ્બે પુરવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં શહેરમાંથી 250 જેટલા રખડતાં ઢોર પકડી ડબ્બે પુરવામાં આવ્યા છે અને પશુ માલિકોને જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર ન છોડવા તાકિદ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રખડતા-ભટકતા પશુઓ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા એક સપ્તાહમાં 250 જેટલા પશુઓ પકડીને ઢોર ડબ્બે પુરવામાં આવ્યા હતાં. શહેરમાં રાજમાર્ગો પર મોટા પ્રમાણમાં રખડતાં ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે ત્યારે જામ્યુકોએ આબરુ બચાવવા સપ્તાહમાં 250 ઢોર પકડયાનો દાવો કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular