અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને NISAR સેટેલાઈટ સોંપી દીધું છે. તેને રિસીવ કરવા માટે ઈસરોના પ્રમુખ ડો. એસ.સોમનાથ ખુદ જેટ પ્રોપેલ્શન લેબોરેટરી પહોંચ્યા હતા. હવે આ સેટેલાઈટને ભારત લવાશે.
આ સેટેલાઈટ એવો છે જે જોશીમઠ જેવી ઘટનાઓ બને તે પહેલાથી જ એલર્ટ મોકલી આપશે. આ સેટેલાઈટને તૈયાર કરવા પાછળ આશરે 10 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. તેને જીએસએલવી-એમકે2 રોકેટથી લોન્ચ કરાશે. NISAR સેટેલાઈટથી આખી દુનિયાને મોટો ફાયદો થવાનો છે. તે દુનિયાને કુદરતી આપત્તિઓથી બચાવવામાં મદદ કરશે.
આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ સેટેલાઈટ ફક્ત કોઈ શહેર ધસવાની ઘટના જ નહીં પણ આખી દુનિયા પર નજર રાખશે. તે વાવાઝોડા, આંધી, જ્વાળામુખી, ભૂકંપ, ગ્લેશિયર પીગળવા, સમુદ્રી તોફાન, જંગલની આગ, સમુદ્રના જળસ્તરમાં વધારા સહિત અને આપત્તિઓ અંગે એલર્ટ મોકલશે. નિસાર સ્પેસમાં પૃથ્વીની ચારેકોર જમા થતા કચરા અને પૃથ્વી પર અંતરિક્ષથી આવતા ખતરા વિશે પણ માહિતી મોકલશે.