જામનગરમાં ગુજરાતીવાડ માતમ પાસે જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10130 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના રાંદલનગર બાપાસીતારામ ચોકમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.7400 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને રેઈડ દરમિયાન ચાર શખ્સો નાશી જતાં શોધખોળ હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુજરાતીવાડ માતમ પાસે જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નિખીલ વિજય નંદા તથા પરાગ ભરત નાખવા નામના બે શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના રાંદલનગર બાપાસીતારામ ચોકમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રાજેન્દ્રસિંહ બળદેવસિંહ જેઠવા તથા વિરેન્દ્રસિંહ હઠીસિંહ જાડેજા નામના બે શખ્સોને રૂા.7400 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન અલી, ચાકી, વિષ્ણુપુરી ભજીયાની લારી વાળો તથા સેજલો નામના ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.