નવી સરકારનું પહેલું બજેટ સત્ર આગામી 23મી ફુબ્રુઆરીથી મળવાનું છે જ્યારે 24મીએ બજેટ રજૂ કરાશે. મુખ્યમંત્રી હેઠળના વિભાગોના જવાબો આપવાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી હસ્તકના માહિતી પ્રસારણ અને બંદર વિભાગના જવાબો આપવાની જવાબદારી કૃષિમંત્રી રાઘવજી પટેલને સોંપવામાં આવી છે.