રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 7 હજાર કિલો મીટરના નવા રેલવે ટ્રેક બિછાવવાનું લક્ષ્ય છે.આ ઉપરાંત રેલવે ટિકીટ જાહેર કરવાની ક્ષમતા દર મિનિટ 25 હજારથી વધારીને 2.25 લાખ સુધી વધારવાની પણ યોજના છે તેમજ પૂછપરછની ક્ષમતા દર મિનિટે ચાર લાખથી વધારીને 40 લાખ કરવાની યોજના છે. રેલમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના 2000 રેલવે સ્ટેશનો પર 24 કલાક ખુલ્લા રહેતા ‘જન સુવિધા’ સ્ટોર શરૂ કરવામાં આવશે. રેલમંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં 4500 કિલોમીટર (દરરોજ 12 કિલો મીટર) રેલવે ટ્રેક પાથરવાનું લક્ષ્ય પહેલાથી જ હાંસલ કરવામાં આવ્યું હતું.