જામનગરમાં અંધાશ્રમ પાછળ બોમ્બે દવા બજાર કોલોનીમાં સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.16472 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી 10 મહિલાઓને પોલીસે રૂા.13680 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગરના અંધાશ્રમ પાછળ દવા બજાર કોલોનીમાં જાહેરમાં સિક્કા ઉછાળી કાટછાપનો જુગાર રમતા હોવાની પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલ સોનગરાને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નિતેશ મુકેશ ચૌહાણ, ઉમેશ પંજા ભગત, બચુ વાલજી ખીમસુરીયા, કુલદિપસિંહ અનિરૂધ્ધસિંહ રાઠોડ, ગૌતમ બલીરામ ગાવડે, રોહિત દિનેશ જિયા નામના છ શખ્સોને રૂા.16,472 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગરમાં સોમનાથ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી 10 મહિલાઓને રૂા.13680 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.