Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારભાણવડની બી.એસ.એન.એલ. કચેરીના કમ્પાઉન્ડમાં થયેલી ચોરી પ્રકરણના આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

ભાણવડની બી.એસ.એન.એલ. કચેરીના કમ્પાઉન્ડમાં થયેલી ચોરી પ્રકરણના આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા બે દિવસ પૂર્વે ભાણવડની બી.એસ.એન.એલ. કચેરીમાં થયેલી ચોરી સંદર્ભે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ટૂંકા સમય ગાળામાં આરોપીને દબોચી લઈ, સફળતા મેળવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગઈકાલે શુક્રવારે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કેશુભાઈ ભાટીયા તથા દેવાભાઈ મોઢવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા ઈકબાલ ઉર્ફે ભોલો દાઉદ ઉર્ફે કારો હિંગોરજા નામના 23 વર્ષના મુસ્લિમ અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત શખસે તેના ઘરની નજીક આવેલી બી.એસ.એન.એલ. કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અને થોડા દિવસ પૂર્વે કેબલ વાયર તથા સબમર્સીબલ મોટર વિગેરેની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

આથી પોલીસે આરોપી ઈકબાલ ઉર્ફે ભોલો હિંગોરજાની ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઈ મોઢવાડિયા, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular