જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં મહિલાને તેણીના પતિ સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થવાથી મનમાં લાગી આવતાં ગુરુવારે સાંજના સમયે તેના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં દરજીપાળા વિસ્તારમાં રહેતા રેખાબેન અમિતભાઇ રાઠોડ (ઉ.વ.35) નામના મહિલાને તેણીના પતિ સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થવાથી મનમાં લાગી આવતાં ગુરુવારે સાંજના સમયે તેણીના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાણ કર્યું હતું. આ અંગે જાગૃતિબેન સાતલા દ્વારા જાણ કરાતાં હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.