Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાત8 વર્ષ બાદ લઘુત્તમ વેતન સુધારશે રાજ્ય સરકાર

8 વર્ષ બાદ લઘુત્તમ વેતન સુધારશે રાજ્ય સરકાર

કોર્પોરેશન વિસ્તારોમાં દૈનિક ન્યુનતમ વેતન 452 તથા અન્યત્ર રૂા.441 કરવા દરખાસ્ત

- Advertisement -

ગુજરાત સરકારે 8 વર્ષ બાદ રાજયમાં લઘુતમ વેતનમાં વધારો કરવાની કવાયત શરૂ કરી છે.કુશળ-બિનકુશળ કામદારોનાં વેતનમાં વધારા માટે મુસદો તૈયાર કરી લેવામાં આવ્યો છે.આ ઉપરાંત સફાઈ જેવી કામગીરી સાથે સંકળાયેલા કામદારો માટે પણ અલગ ન્યુનતમ વેતન નકકી કરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ સહિત આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા શહેરોમાં ન્યુનતમ દૈનિક વેતન રૂા.452 રહેશે.

- Advertisement -

જયારે અન્ય ભાગોમાં રૂા.441 રહેશે.રાજય સરકારે લઘુતમ વેતન માટે ગુજરાતને બે ઝોનમાં વિભાજીત કર્યું છે ઝોન-1 માં તમામ કોર્પોરેશન શહેરોને આવરી લેવામાં આવ્યા છે.જયારે ઝોન-2 માં રાજયના અન્ય તમામ ભાગો સામેલ કરવામાં આવ્યા છે. કુશળ-સેમીકુશળ તથા બિનકુશળ એમ ત્રણ ભાગોમાં કામદારોનાં વેતન નકકી કરવામાં આવ્યા છે.આજ રીતે ઔદ્યોગીક ઝોનને પણ ગણતરીમાં લઈને વેતન નકકી કરવામાં આવ્યા છે. કુશળ કામદારો માટે હાલ દૈનિક વેતનનો દર રૂા.371 થી 380 છે જે વધારીને 462 થી 474 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સેમી સ્ક્રીલ્ડ કામદારો માટે વર્તમાન લઘુતમ વેતન દર 363 થી 371 છે.તે વધારીને 452 થી 461 કરવાની દરખાસ્ત છે.ત્યારે બિનકુશળ કામદારોનો વર્તમાન વેતન દર 355 થી 363 છે તે વધારીને 441 થી 451 કરવાનો પ્રસ્તાવ છે.સફાઈ જેવા કામ સાથે સંકળાયેલા કામદારોનો વેતન દર 441 થી 452 કરવાની દરખાસ્ત છે. રાજય સરકારે છેલ્લા 8 વર્ષથી લઘુતમ વેતન દરમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લે 26 ડીસેમ્બર 2014 માં બદલાવ થયો હતો.સફાઈ કામદારો માટે 2022 માં લઘુતમ દર નકકી થયા હતા હવે અન્ય તમામ કામદારો માટે નવા દર જાહેર કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular