Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુજરાત સિવાયના ભારતમાં અમૂલનું દૂધ મોંઘુ

ગુજરાત સિવાયના ભારતમાં અમૂલનું દૂધ મોંઘુ

બજેટ બાદ અમૂલે દૂધના ભાવમાં ઝીંકયો લીટરે રૂા. 3 સુધીનો વધારો : મોંઘવારી વધુ ભડકશે : ગુજરાતમાં લાગુ નહીં પડે વધારો, આજથી જ અમલ

- Advertisement -

એશિયાની સૌથી મોટી ડેરી તરીકે વખણાતી અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો આજની તારીખથી જ લાગુ થશે. કંપનીએ રેટ લિસ્ટ બહાર પાડ્યું છે, જે મુજબ અમૂલનું અડધુ લીટર તાજું દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે એક લીટરનું પેકેટ રૂ.54માં મળશે. અમૂલ તાજા ર લીટરનું પેકેટ હવે તમને 108 રૂપિયામાં મળશે. જો કે, અમૂલ દ્વારા વધારવામાં આવેલા ભાવ ગુજરાતમાં લાગુ પડશે નહીં. બજેટ બાદ તુરંત જ અમૂલે દૂધના ભાવમાં લીટરે 3 રૂપિયા સુધીનો વધારો ઝીંકતા મોંઘવારી વધુ આકરી બની છે. અમૂલ ડેરી દ્વારા ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. આ વખતે મુંબઈ શહેરમાં લીટરે રૂપિયા 3નો વધારો કરાયાની માહિતી મળી છે. જોકે પહેલાથી જ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે દૂધના ભાવમાં વધારો લોકોની સવારની ચાની મજા પણ બગાડી શકે છે. ગત 10 મહિનામાં દૂધના રેટમાં 9 રુપિયા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. અગાઉ આ રીતે ક્યારેય ભાવમાં વધારો થયો નહોતો. છેલ્લે દૂધના કિંમતોમાં 8 રૂ. પ્રતિલીટરનો વધારો 2013ની એપ્રિલ અને મે 2014 વચ્ચે કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular