Saturday, December 6, 2025
Homeસ્પોર્ટ્સ13 ફેબ્રુઆરીએ મહિલા IPL માટે ખેલાડીઓની હરાજી

13 ફેબ્રુઆરીએ મહિલા IPL માટે ખેલાડીઓની હરાજી

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 13 ફેબ્રુઆરીએ મહિલા આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી થશે. બીસીસીઆઈના સૂત્રોએ આ અંગેની સ્પષ્ટતા કરી છે. ફ્રેન્ચાઈઝીઓના અનુરોધ બાદ બીસીસીઆઈએ આ તારીખ નક્કી કરી છે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને તારીખ અને સ્થળ અંગે નિર્ણય લેવામાં થોડો સમય લાગી ગયો હતો.

- Advertisement -

બીસીસીઆઈએ નિર્ણય લેતા પહેલાં અમુક મુખ્ય મુદ્દે વિચાર-વિમર્શ કર્યો હતો જેમાં એક મુદ્દો એવો પણ હતો કે અત્યારે લગ્નોની સીઝન ચાલી રહી હોવાથી હરાજી માટે હોટેલ મળી રહી ન હોવાથી હરાજીનું આયોજન કઈ જગ્યા પર કરવું તે પણ હતો. આ ઉપરાંત મહિલા આઈપીએલની બોલી જીતનારી અનેક ફ્રેન્ચાઈઝીઓ પહેલાંથી જ અન્ય લીગમાં વ્યસ્ત હોવાથી તેઓ હરાજીમાં ઉપલબ્ધ રહી શકશે કે કેમ ? ફ્રેન્ચાઈઝીઓએ બીસીસીઆઈને અનુરોધ કર્યો હતો કે આઈટીએલ-20ના ફાઈનલ બાદ હરાજીની તારીખ નક્કી કરવામાં આવે જેનો બીસીસીઆઈએ સ્વીકાર કર્યો હતો.
બીજી બાજુ મહિલા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ મહિલા પ્રિમીયર લીગ માટે હરાજીની તારીખ 13 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરી છે. ઉલ્લેખનીય છે કે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા જિયો વર્લ્ડ ક્ધવેનશન સેન્ટર એક વિશાળ ઈમારત છે જે એક સાંસ્કૃત્તિક કેન્દ્ર છે. આ બિલ્ડિંગમાં એક સાથે અનેક કાર્યક્રમ આયોજિત કરી શકાય છે. બીસીસીઆઈના એક અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડ હરાજીને સેન્ટ્રલમાં યોજવાનો વિકલ્પ ચકાસી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular