જામનગર શહેરમાં નિલકંઠપાર્ક વિસ્તારમાં રહેતાં લોહાણા વેપારી યુવાન તેની રણજીતસાગર રોડ પર આવેલી જલારામ વસ્તુ ભંડાર નામની દુકાન બંધ કરતી વખતે દુકાનની બહારના હુંકમાં રૂા.1,07,000 ની રોકડ રકમ ભરેલું પર્સ ભૂલી જતાં આ પર્સ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા નિલકંઠપાર્કમાં રહેતાં જીજ્ઞેશ ભૂપેન્દ્રભાઈ કોટેચા નામનો વેપારી યુવાન રવિવારે રાત્રિના સમયે સુભાષપાર્ક મેઈન રોડ પર આવેલી જલારામ વસ્તુ ભંડાર નામની કરિયાણાની દુકાન રાત્રિના સમયે પોણા દશ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી રૂા.1,07,000 ની રોકડ ભરેલું પર્સ લઇ દુકાન બંધ કરી હતી. તે સમયે રોકડ ભરેલું પર્સ દુકાનની બહારના હુંકમાં ટીંગાડયું હતું. પરંતુ ઘરે જતાં સમયે રોકડ ભરેલું પર્સ ભૂલી ગયા હતાં. ત્યારબાદ ઘરેથી ભૂલી ગયેલું રોકડ ભરેલું પર્સ દુકાને લેવા આવતાં પર્સ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હોવાનું જણાતા વેપારી એ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો પી.ટી.જાડેજા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.