Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયસેકન્ડ હાઇએસ્ટ : જાન્યુઆરીનું GST કલેકશન 1.55 લાખ કરોડ

સેકન્ડ હાઇએસ્ટ : જાન્યુઆરીનું GST કલેકશન 1.55 લાખ કરોડ

- Advertisement -

2023 મહિનાનું સાંજે પાંચ વાગ્યા સુધીનું જીએસટી કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, 2022મા4ં 1.68 લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં જીએસટી કલેક્શનમાં 24 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર, 2022માં જીએસટી કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું હતુંં.

- Advertisement -

સાંજે પાંચ વાગ્યા સુધી નોંધવામાં આવેલ 1,55,922 કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં 28,963 કરોડ રૂપિયા સીજીએસટી, 36,730 કરોડ રૂપિયા એસજીએસટી અને 79,599 કરોડ રૂપિયા આઇજીએસટી છે.

79,599 કરોડ રૂપિયાના આઇજીએસટીમાં 37,118 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જ્યારે 10,630 કરોડ રૂપિયા સેસના છે. 10.630 કરોડ રૂપિયાના સેસમાં 768 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જાન્યુઆરી, 2022ની સરખામણીમાં જાન્યુઆરી, 2023માં જીએસટી કલેક્શન 24 ટકા વધારે રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે. ડિસેમ્બર, 2022માં 8.3 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીના સૌથી વધારે છે. આ અગાઉ 7.9 કરોડ ઇ-વે બિલ નવેમ્બર, 2022માં જનરેટ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધીના ત્રીજા કવાર્ટરમાં કુલ 2.42 કરોડ જીએસટી રિટર્ન ભરવામાં આવ્યા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં જીએસટી રિટર્નની સંખ્યા 2.19 કરોડ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular