Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહિલા IPL માટે શહેરની પાંચ મહિલા ક્રિકેટરોનો દાવો

મહિલા IPL માટે શહેરની પાંચ મહિલા ક્રિકેટરોનો દાવો

રણજી મેચ રમી ચૂકેલી પાંચેય ક્રિકેટરોએ ખટખટાવ્યા મહિલા આઇપીએલના દ્વાર

- Advertisement -

ભારત દેશમાં ક્રિકેટની ઓળખ આપનાર જામનગરના જામરણજીતસિંહજીએ વિશ્વમાં ડંકો વગાડયો હતો. આ ઉપરાંત જામનગર શહેરમાં અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો તથા રણજીત ટ્રોફી ક્રિકેટરો આપ્યા છે. જેમાં એક નવું સોપાન ઉમેરાયું છે. રણજીત ટ્રોફીમાં ભારતીય મહિલા ક્રિકેટર તરીકે સામેલ થયેલ જામનગરની પાંચ દિકરીઓએ રણજીત ટ્રોફીમાં ડંકો વગાડયો છે. ત્યારે જામનગરની આ પાંચ દિકરીઓ આગામી મહિલા આઇપીએલ ક્રિકેટ ટીમમાં સામેલ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જામનગર શહેરમાં મહિલા ક્રિકેટને 2007થી શહેર મહિલા રણજી ખેલાડી કોચ તરીકે કાર્યરત છે. તેઓ મહિલાઓને સારી રીતે કોચ કરી પ્રોત્સાહિત કરે છે.

- Advertisement -

જામનગર શહેરે સ્ટાર ક્રિકેટરો આપ્યા છે. ત્યારે જામનગરની ધરતી પર 20 વર્ષ પહેલા બહેનોનું ક્રિકેટ કોચિંગ ચાલુ થયા બાદ હવે તેના ફળરુપે ઉત્કૃષ્ઠ કક્ષાની ફર્સ્ટ કલાસ મેચોમાં ઉજળો દેખાવ કરનાર શહેરની પાંચ યુવા મહિલા ક્રિકેટરોના નામ મહિલા આપીએલ માટે સૂચવાયા છે. જો કે, ખેલાડીઓની ટીમવાઇઝ પસંદગીની જાહેરાત હજૂ બાકી છે. જામરણજીતસિંહજીના જામનગરની ભૂમિ પર ખુદ રાજવી ઉપરાંત અજીતસિંહજી, વિનુ માંકડ, સલિમ દુરાની, વિજય મર્ચન્ટ અને નવી પેઢીની વાત કરીએ તો અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ જન્મ્યા છે. ત્યારે હવે જામનગરની દિકરીઓ પણ રણજી ટ્રોફી કક્ષાની મેચોમાં કિર્તિમાન સર્જી રહી છે. હાલ પોંડીચેરીમાં રમાઇ રહેલી ફર્સ્ટ કલાસ મેચોમાં સૌરાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન જયશ્રીબા જાડેજા, વિકેટ કીપર બેટસવુમન રિધ્ધિ રુપારેલીયા, ઓલરાઉન્ડર નેહા ચાવડા, સુઝાન સમા અને બેટ્સવુમન ધાર્મી થાપેતલા એમ જામનગરની પાંચ મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને જામનગરનું નામ રોશન કર્યું છે.

આ જ રીતે સૌરાષ્ટ્રની અંડર-19ની ટીમમાં પણ અનુષ્ઠા ગોસ્વામ, પ્રિતીકા ગોસ્વામી, રાબીયા સમા, માહેનુર ચૌહાણ, તહેસીન ચૌહાણ, ખુશી ભીંડી, શ્રુતિ જાડેજાએ સ્થાન મેળવ્યું છે અને અંડર-15માં જામનગર શહેરની 9 દિકરીઓ સૌરાષ્ટ્ર કક્ષાની ટીમમાં છે. જેમાં જહાન્વી કંડોરીયા, વિરલ પારેજીયા, જીવા ઉધાસ, ચિત્રોસી, સ્મૃતિ જેના, અંશિકા જહાંગીડ, હર્ષિતા જાડેજા, માનસી ગોહેલ, રુહી સોલંકીનો સમાવેશ થાય છે.

- Advertisement -

જામનગરમાં રણજી ટ્રોફી રમેલા સિનિયર ક્રિકેટર અને સરકારી સબકોચિંગ સેન્ટરના મહિલા ક્રિકેટ ટીમના કોચ રિનાબા ઝાલાએ જામનગરમાં 2007થી બહેનોની ટીમને કોચિંગ આપવાનું શરુ કર્યું છે. તેઓ બીસીસીઆઇ લેવલ-1, આઇસીસી લેવલ-1ના જામનગરના એકમાત્ર મહિલા કોચ તરીકે છે. જે જામનગર શહેરમાં મહિલાઓ માટે ગૌરવની વાત ગણાવી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular