દરવર્ષે તા. 30 જાન્યુઆરીના રોજ દેશભરમાં ‘શહીદ દિન’ મનાવવામાં આવે છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહિદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા મહાન વીરોની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે સવારે 2 મિનિટ મૌન પાળીને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા વીરો પ્રત્યે ઋણ અદા કરવામાં આવે છે.
જેના ઉપલક્ષે કલેકટર કચેરી, જામનગર ખાતે શહીદ દિન નિમિત્તે ઉપસ્થિત અધિકારીગણ અને કર્મચારીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, ચીટનીશ ટુ કલેકટર એચ.ડી. પરસાણીયા, જન સંપર્ક અધિકારી એચ.સી. તન્ના, મામલતદાર (પ્રોટોકોલ) મહેશ ત્રિવેદી, મામલતદાર (ચૂંટણી) એચ.એચ. હાંસલિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.