Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતકડકડતી ઠંડી બાદ છેલ્લાં બે દિવસથી આંશિક રાહત

કડકડતી ઠંડી બાદ છેલ્લાં બે દિવસથી આંશિક રાહત

- Advertisement -

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કડકડતી ઠંડીમાં કર્યા બાદ ઠંડીએ હવે થોડો વિરામ લીધો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે દિવસથી દિવસના ભાગે તડકાની અસર થતી જણાય છે. જ્યારે રાત્રિના સમયે ઠંડી યથાવત જોવા મળે છે.

- Advertisement -

છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યના લોકોનું જીવન ખોરવાયું હતું. લોકોએ રાત્રિના સમયે બહાર નિકળવાનું ટાળતા હતાં. જ્યારે તે દિવસોમાં વસંત પંચમી જેવો અવસર આવતા લગ્નો પણ ઘણાં જોવા મળ્યા હતાં. લોકોએ ગરમ શાલ અને સ્વેટર સાથે આ લગ્નસરાની સીઝન માણી હતી. જ્યારે છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં ઠંડીએ થોડી રાહત આપી છે. હાલ જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. જે છેલ્લાં અઠવાડિયા કરતાં વધતુ જોવા મળ્યું છે અને ઠંડી ઘટતી અનુભવાઇ છે. જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી જેટલું નોંધાયું છે જેના પરથી દેખાય છે કે, લોકોને દિવસના ભાગમાં ગરમી પણ અનુભવાઈ રહી છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા જોવા મળી રહ્યું છે. જ્યારે પવનની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી. આમ હવેથી જેમ દિવસ લાંબો અને રાત ટુંકી થતી જોવા મળે છે તેમ ઠંડી ઓછી અને ગરમી વધતી પણ જણાય રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular