જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 5 માં રહેતાં વૃદ્ધને તેના ઘરે શ્વાસ ચડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે કોઇ કારણસર બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.5 અને રોડ નં.1 માં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં મનોજભાઈ નારણભાઈ જેઠવા (ઉ.વ.60) નામના વૃધ્ધને સોમવારે સવારના સમયે તેના ઘરે એકાએક શ્ર્વાસ ચડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અંકિતભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં સામજીભાઈ ખોડાભાઈ વાઘેલા (ઉ.વ.65) નામના નિવૃત્ત વૃધ્ધ રવિવારે સાંજના સમયે તેમના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મનસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.