Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઆશિષ ભાટિયાનો આજે ડીજીપી પદે છેલ્લો દિવસ

આશિષ ભાટિયાનો આજે ડીજીપી પદે છેલ્લો દિવસ

- Advertisement -

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં નવા ડીજીપી તરીકે અનેક નામોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આજે રાજ્યના નવા પોલીસ વડાના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા પાંચ નામ પંસદ કરવામાં આવ્યાં હતા જેમાથી ત્રણ નામો કેન્દ્ર રસકારમાં મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

ગુજરાત રાજ્યના ડીજીપીનો આજે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ અગાઉ ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની વય નિવૃત્તિ બાદ સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. આ પહેલા તેમનો કાર્યકાળ 31મેના રોજ પૂર્ણ થવાનો હતો પણ તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વિકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો. આશિષ ભાટિયાની 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત થતા નિમણૂક કરાઈ હતી.

આજે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમના નામમાંથી આજે રાજ્યના પોલીસ વડા તરીકે થઈ શકે છે જાહેરાત.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular