બજેટ સત્ર પહેલાં વડાપ્રધાને કહ્યું હતું કે આજનો દિવસ મહત્વપુર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. તેમણે કહ્યું વિપક્ષ પુરી તૈયારીઓ સાથે આવ્યું છે, માટે ગૃહમાં વિવાદ થશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ખુબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે. આપણું લક્ષ્ય દેશ પહેલા દેશવાસીઓ હોવું જોઈએ. આજે સંસદનું બજેટ સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતુ. મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે.
તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ પણ થશે જે દેશ માટે ગોરવની વાત હશે. જ્યારે, બજેટ સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે. વિપક્ષ મોંઘવારી, ચીનની સેનાની ઘૂસણખોરી, બીબીસીની ડોક્યુમેન્ટરી, કાશ્મીરી પંડિતોની સુરક્ષા, હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલની પાર્ટી અઅઙ, ઊંઈછની પાર્ટી ઇછજ સહિત અનેક વિપક્ષી દળો રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરી શકે છે. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ પાસે એક આર્થિક વિભાગ છે. આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્ર્વરનની દેખરેખ હેઠળ આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.