જામનગર સીટી-એ પોલીસે એસ.ટી. ડેપો રોડ ઉપરથી એક શખ્સને રિક્ષામાં રૂા. 44000ની કિંમતની 550 નંગ વિદેશી દારુના પાઉચ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સાત રસતા સર્કલ તરફથી એસ.ટી. ડેપો તરફ એક શખ્સ રીક્ષામાં દારુની બોટલો લઇ નિકળવાનો હોવાની પોકો વિક્રમસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે સીટી-એના સર્વેલન્સ સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ વી.આર. ગામેતી પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન યોગેશ ઉર્ફે યોગલો સુરેશ પરમાર નામના શખ્સને જીજે-10 ટીડબલ્યુ-3958 નંબરની રીક્ષામાં રૂા. 44000ની કિંમતની 550 નંગ દારુના પાઉચ સાથે ઝડપી લઇ 1,25,000ની કિંમતની ઓટોરીક્ષા સહિત કુલ રૂા. 1,69,000નો મુદ્ામાલ કબજે કર્યો હતો અને વિવેક ચૌહાણ નામના અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.