Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાહુલની ‘ભારત જોડો’ યાત્રા સંપન્ન

રાહુલની ‘ભારત જોડો’ યાત્રા સંપન્ન

- Advertisement -

ક્ધયાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ ચોકમાં સંપન્ન થઇ છે. રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સુરક્ષાકર્મીઓની કારમાં ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. ત્રિરંગો ફરકાવ્યા બાદ રાહુલની ભારત જોડો યાત્રા સમાપ્ત થઈ, જ્યારે એ પહેલાં 30 જાન્યુઆરીએ પૂરી થવાની હતી. લાલચોક ખાતે કાર્યક્રમ બાદ યાત્રા સમાપ્ત કરવામાં આવી હતી. સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાનારા કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો છે.

- Advertisement -

રવિવારે પ્રેસ-કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કલમ 370 પર અમારું વલણ સ્પષ્ટ છે. અમારી વર્કિંગ કમિટીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે, હું તમને દસ્તાવેજો બતાવીશ. અમે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સ્થાપવા માગીએ છીએ. તેમણે કહ્યું હતું કે બીજેપીના કહેવા પ્રમાણે, કલમ 370 હટાવ્યા બાદ અહીં બધું બરાબર થઈ ગયું છે, પરંતુ અહીં ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. લોકોમાં ભયનો માહોલ છે. જો બધું બરાબર છે તો અમિત શાહે જમ્મુથી શ્રીનગર સુધી કૂચ કરીને બતાવવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular