ખંભાળિયા પંથકમાં ગત વર્ષે એક આસામી દ્વારા મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા પોરબંદર તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા કારુ જીવા મોઢવાડિયા નામના 32 વર્ષના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણ અંગે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને ખંભાળિયા નજીકના ભાડથર ગામ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુભાઈ ભાટિયા, મસરીભાઈ આહીર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.