Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારજોડિયા બાદનપર ગામની મધરલેન્ડ પ્રાથમિક સ્કુલએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ડંકો વગાડયો

જોડિયા બાદનપર ગામની મધરલેન્ડ પ્રાથમિક સ્કુલએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ડંકો વગાડયો

- Advertisement -

જોડિયા તાલુકાના બાદનપર ગામની મધરલેન્ડ પ્રાયમરી સ્કુલના 6 બાળકોએ જુનાગઢ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રાદેશિક કક્ષાનો બાળ પ્રતિભા 2022-23ના વર્ષની સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં શાળાના નિમાવત સૌમ્ય, ભીમાણી કાવ્ય, કાલાવડિયા નિત્ય, વકાતર ગોવિંદ, ભીમાણી લવ, કાલાવડિયા ઉદય આ તમામ બાળકોએ આપણા મલકના માયાળુ માનવીનું લોકગીત ગાયું હતું. આ તમામ બાળકોએ લોકગીતમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું અને ગામના તાલુકાનું અને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યુ છે. તે મધરલેન્ડ શાળા પરિવાર બાદનપર આ તમામ બાળકો અને તેમના સહાયકો નિતીનભાઇ અને નિકુંજભાઇ ભીમાણીનો આભાર માની ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપે છે. આ તમામ બાળકો રાજયકક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular