દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા મનહર ઉર્ફે મનોજ કરશનભાઈ ઝાલા નામના 36 વર્ષના યુવાનને માનસિક બીમારી હોય, ગત તારીખ 27 ના રોજ સાંજના સમયે તેણે પોતાના હાથે પોતાના ઘરે હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ મૃતકના મોટાભાઈ હરીશ કરશનભાઈ ઝાલાએ દ્વારકા પોલીસને કરી છે.