ભાણવડ તાલુકાના રાણાસર નેસ વિસ્તારમાં રહેતા ટપુ લાખા હુંણ નામના 31 વર્ષના રબારી શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 4,800 ની કિંમતની 12 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં રાણાવાવ તાલુકામાં રહેતા રામા કરમણ ઉલવા નામના શખ્સનું નામ પણ ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.
મીઠાપુરની ટાટા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા શ્રીનાથ ઉર્ફે શીનું કિરીટભાઈ જોશી નામના 25 વર્ષના બ્રાહ્મણ શખ્સ દ્વારા પોતાના કબજાના એકટીવા મોટરસાયકલમાંથી પોલીસે વિદેશી દારૂની આઠ બોટલ કબજે કરી હતી. આથી પોલીસે રૂ. 3,200 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તથા રૂપિયા 30,000 ની કિંમતના એકટીવા સહિત કુલ રૂપિયા 33,200 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધ્યો છે.