જામનગરના પવનચકકી સર્કલ પાસેથી પસાર થતા શખ્સને આઠ બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં સપ્લાયરની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે મોહનગરનગર આવાસ કોલોનીમાં રહેતાં શખ્સના મકાનમાં પોલીસે તલાસી દરમિયાન દારૂની 30 બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના દિગ્વીજયપ્લોટ 59માંથી શખ્સને દારૂની એક બોટલ સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના પવનચકકી સર્કલ પાસેથી પસાર થતા સુરેશ ઉર્ફે સાંઈ ગીરધરલાલ શર્મા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની 8 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે સુરેશની પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો કેયુર નીતિન સંઘવી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા પોલીસે મોહનનગર આવાસ કોલોનીમાં બ્લોક નં.16 અને રૂમ નં.101 માં રહેતાં કેયુરના મકાનમાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.7500 ની કિંમતની 30 બોટલ દારૂ મળી આવતા પોલીસે કેયુર સંઘવીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 59 વિસ્તારમાંથી પસાર થતા ભાવિક ઉર્ફે લાલો દુર્ગેશ શર્મા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ભાવિકની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.